મોરબી જિલ્લામાં કાળમુખા બેકાબુ ડમ્પર ચાલકો અવાર નવાર અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે ત્યારે ટીંબડી ગામ નજીક આવા જ એક બનાવમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા નવી ટીંબડી ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર ટીંબડી નજીક જીજે – 13 – એડબ્લ્યુ – 8146 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી જીજે – 36 – એન-5677 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ગોવિંદભાઇ ભાયાભાઈ ઝાપડા રહે.નવી ટીંબડી ગામ વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગોવિંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ ગોવિંદભાઈ ઝાપડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.
