જસદણના બરવાળા ગામે રહેતા યુવાનને સારવારમાં ખસેડાયો
જસદણ તાલુકાના બરવાળા ગામે મૈત્રી કરાર કર્યાના 3 મહિના બાદ પ્રેમીકા સાથે ઝઘડો થતાં લાગી આવવાથી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણ મળતી વિગત મુજબ જસદણના બરવાળા ગામે રહેતા મનોજ ગેલાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના યુવાને આજે સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મનોજ બે ભાઈ બે બહેનમાં નાનો અને કારખાનામાં મજુરી કામ કરે છે.
તેણે ત્રણ મહિના પહેલા બધોઈ ગામની આરતી નામની યુવતિ સાથે મૈત્રી કરાર કર્યા હતાં. મૈત્રી કરાર કર્યા બાદ આરતી સાથે ઝઘડો થતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
ઉદય નગરના પ્રૌઢે ઝેર પીધું
મવડી મેઈન રોડ પર ઉદયનગર શેરી નં. 17માં રહેતા નરેન્દ્રભાઈ ગોરધનભાઈ દેલવાડિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ મવડી મેઈન રોડ પર આવેલા પોતાના ગેરેજ અગમ્ય કારણસર ઘઉંમાં નાખવાના ટીકડા પી લલેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
