કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને તેમના જી.જે. 06 બી.એસ. 1123 નંબરના મોટરસાયકલ પર સાથે લઈને ડીઝલનું કેન ભરવા જઇ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર બતડિયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને આવી રહેલા જી.જે. 23 સી.એચ. 0111 નંબરની ઇનોવા મોટરકારના ચાલકે પ્રવીણભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં બાઈકમાં જઈ રહેલા ખીમાભાઈ શામજીભાઈ પરમારને ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે બાઈક ચાલક પ્રવીણભાઈ પરમારને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર જગદીશભાઈ ખીમાભાઈ પરમાર (ઉ.વ. 26, રહે. ગાગા)ની ફરિયાદ પરથી ઇનોવા મોટરકારના ચાલક સામે બી.એન.એસ. તેમજ એમ.વી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *