જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ

નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં…

નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ

જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં રાખેલ નંદીની મુર્તિ તોડી નાખી કાળભૈરવ દાદાની મુર્તિને ઉખેડી નાખતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તોડફોડ કરનાર તત્વોની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી ધાર આવાસ યોજના ક્વાટરમાં રહેતા અને જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં સેવા-પૂજા કરતા તરુણભાઈ ઉર્ફે અદા પ્રભાશંકર કનૈયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

મંદિરના પુજારી તરુણભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ગત તા. 14-5 ના રોજ જાનવી એન્ડ ફિનીસીંગ નામના સાડીના કારખાનામાં કામે હ તા ત્યારે આવાસ યોજનામાં રહેતા ભરતભાઈ પરમારનો ફોન આવ્યો હતો અને મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં તોડફોડથયાની જાણ થતા તેઓ મંદિરે દોડી ગયા હતાં. શંકરભગવાનના નંદીની પ્રતિમાનું મુખ તોડી નાખ્યું હતું અને કાળભૈરવ દાદાની મુર્તિ ત્યાંથી ઉખેડી બાજુની દિવાલ ઉપર રાખી દીધી હતી. તેમજ મંદિરના ગૌમુખમાં પણ નુક્શાન કરવામાં આવ્યું હતું.
મંદિરમાં રાત્રે પખાલ (પૂજા ઉતારવાની વિધિ) કરવામાં આવી ત્યારે કોઈ તોડફોડ થયેલ ન હોય જેથી વહેલી સવારે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પુજારીએ જણાવ્યું હતું.

ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતાની કલમ 298 મુજબ ગુનો નોંધી આ કૃત્ય કરનારની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *