રાજકોટ કામદાર યુનિયને મ્યુનિ. કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં સિવિલ હોસ્પિટલની માફક મહાનગર પાલિકામાં પણ દલાલો અને એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવા તથા આ અંગેના બોર્ડ મારવા માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા ખાતે ખુબ જ મોટી સંખ્યામાં કાયમી સફાઈ કામદારો કામ કરી રહયા છે. જેમાં તેની સાથે શોષણની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અશિક્ષીત લાચાર કાયમી સફાઈ કામદારોનો ફાયદો ઉઠાવી કેટલાક ભ્રષ્ટાચારી તત્વો અને કોંભાડીયાઓ જેમાં અમુક કાયમી સફાઈ કામદારો પણ સંડોવાયેલા છે અને અમુક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ શોષણ કરવા માટે નીચે મુજબના હથકંડાઓ અપનાવી રહયા છે.આવા દલાલો તથા એજન્ટો કચેરીમાં પ્રવેશી કાયમી સફાઈ કામદારોના સીધીલીટીના વારસદારોના રાજીનામા મંજુર કરવા માટે મસ મોટી રકમ પડાવી કૌંભાડો કરી રહ્યા છે. તેમજ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં બદલી કરવા, બોગસ મેડીકલ સર્ટીફીકેટ તૈયાર કરવા અને અન્ય દસ્તરી પ્રક્રિયા કરવા માટે મોટી રકમ વસુલી રહ્યા છે.
આ તમામ બાબતોમાં નકલી એજન્ટો અને દલાલો સંડોવાયેલા છે જેમાં અમુક કાયમી સફાઈ કામદારો અને અમુક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ પણ આ રીતની ગેરકાયદેસરની પ્રવૃતિ કરી રહયા છે. જે ઔફસોમાં સ્વતંત્ર રીતે ખોટા હોદાઓ અને ખોટી ઓળખો આપી પ્રવેશ મેળવી અને કામ કરાવી રહયા છે. પરીણામે નિર્દોષ અને અશિક્ષીત કર્મચારીઓ શોષણનો ભોગ બની રહયા છે. આથી આપને નમ્ર અપીલ કરીએ છીએ કે, રાજકોટ મહાનગરપાલિકાની ઓફીસની અંદર ફકત રજીસ્ટર યુનીયનના હોદેદારો ને પ્રવેશ આપવામાં આવે. જેમાં ખાસ એવા લોકો ઉપર પ્રવેશ બંધી કરવામાં આવે જે એજન્ટો, દલાલો જેવી પ્રવૃતિ કરી રહયા છે.
જેમ રાજકોટ સીવીલ હોસ્પીટલની અંદર એજન્ટો અને દલાલોને પ્રવેશ બંધી કરવો નહી. તેવુ સ્પષ્ટ શબ્દોમાં બોર્ડ લગાવવામાં આવ્યુ છે તેવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની ઓફીસની અંદર 6 ફકત કાયમી સફાઈ કામદારો અરજદાર તરીકે રાજકોટ મહાનગરપાલિકાએ આપેલુ આઈ.કાર્ડ બતાવી આવી શકે. તેના સીવાય કોઈ દલાલો એજન્ટોને અથવા ખોટા રાજકીય પાર્ટીના હોદા કે યુનીયનના હોદા બતાવી પ્રવેશ કરવો નહી તેવુ બોર્ડ લગાવવામાં આવે. જેથી કરી રાજકોટ મહાનગરપાલિકામાં અશિક્ષીત અને લાચાર કાયમી સફાઈ કામદારોની સાથે થતુ શોષણ બંધ થઈ શકે અન્યથા આવા દલાલો અને એજન્ટોના કારણે રાજકોટ મહાનગરપાલિકાની શાખ ઉપર ખરાબ અસર થઈ શકે છે.
