ચિલઝડપ, બાઈક ચોરી તેમજ ચાર ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપી પકડાયા

શહેરના રેલનગર વિસ્તારમાંથી નાસતા સ્કોવર્ડ ઝોન-2 અને એલસીબી ઝોન-2 ની ટીમે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેમની પુછપરછમાં જામનગરના ચિલઝડપ તથા રાજકોટમાં થયેલી બે વાહન ચોરીના…

શહેરના રેલનગર વિસ્તારમાંથી નાસતા સ્કોવર્ડ ઝોન-2 અને એલસીબી ઝોન-2 ની ટીમે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેમની પુછપરછમાં જામનગરના ચિલઝડપ તથા રાજકોટમાં થયેલી બે વાહન ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે.આરોપીઓ પ્ર.નગર અને કુવાડવાના અપહરણ તથા રાયોટીંગ મળી ચાર ગુનામાં નાસતા ફરતા હતાં.પોલીસે ત્રિપુટી પાસેથી રૂૂ.1.85 લાખની કિંમતના બે વાહનો કબજે કર્યા છે. શહેરમાં ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં નાસતા ફરતા સ્કોવર્ડના પીએસઆઇ આર.આર.કોઠીયા, એલસીબી ઝોન-2 ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના રેલનગર મેઈન રોડ પર વછરાજ ગૌશાળા પાસે ચોરાઉ વાહન સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેના નામ અજય માનસિંગભાઈ પરસોંડા (ઉ.વ 24 રહે. ચોટીલા), સંજય ચતુરભાઈ સોલંકી (ઉ.વ 23 રહે. પીપળીયા તા. રાજકોટ) અને જયપાલ રમેશભાઈ જોગડીયા (ઉ.વ 20 રહે. નાગલપર, રાજકોટ) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક અને સ્કૂટર સહિત 1.85 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પૂછતાછમાં આરોપીઓએ સવા લાખની કિંમતનું સ્પોર્ટસ બાઇક કાલાવડ રોડના વિસ્તારમાંથી ચોરી કર્યું હતું જયારે એકસેસ રેસકોર્ષ પાસેથી ઉઠાવ્યું હતું. તેમજ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

આરોપીઓ સામે રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારી, કુવાડવા પોલીસ સ્ટેશનમાં રાયોટ સહિત ચાર ગુના નોંધાયા હોય જે ગુનામાં આરોપીઓ નાસતા ફરતા હતા. જેને ઝડપી લેવામાં આવ્યા છે.આરોપીઓ પૈકી અજય પરસોંડા સામે રાજકોટના પ્ર.નગર, ગાંધીગ્રામ, આજીડેમ, ભક્તિનગર તથા જામનગર સિટી એ ડિવિઝન, મોરબી સિટી સહિતના પોલીસ સ્ટેશનમાં મળી લૂંટ, મારામારી, ચોરી, જાહેરનામા ભંગ સહિત કુલ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી ચતુર સોલંકી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *