શહેરીજનોએ સરકારની અપીલને સફળ બનાવી : બ્લેક આઉટ અગાઉની મોકડ્રીલ પણ સફળ રહી:અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાયું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થોડા દિવસો પહેલા થયેલા આતંકી હુમલાના પગલે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી એક્શન અને મીટીંગોના ધમધમાટ બાદ સરકાર દ્વારા મોક ડ્રીલ અને બ્લેકઆઉટની સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે તા. 7 મે, 2025 ના રોજ જામનગરમાં શહેરભરમાં સ્વયંભૂ અંધારપટનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. શહેરના તમામ લોકોએ સરકારની આ અપીલને માન આપીને રાત્રે બરાબર આઠ વાગ્યાના ટકોરે પોતાના મકાન, દુકાન, શો રૂૂમ તેમજ અન્ય ધંધાકીય સ્થાપનોની લાઇટો સ્વેચ્છાએ બંધ કરી દીધી હતી, જેના પરિણામે સમગ્ર શહેર પર સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો, જેનો નજારો ડ્રોન તસવીરોમાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ અંધારપટ લગભગ અડધો કલાક સુધી જાળવવામાં આવ્યો હતો.
જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઇ હુમલો થયો હતો.જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂૂમ તથા પોલીસ કંટ્રોલરૂૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.
જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ગણતરીની મીનીટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરાઈ હતી. જ્યારે 500 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોકડ્રિલનું સફળ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપી તંત્રને સહયોગ કર્યો હતો.
નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં નસ્ત્રઓપરેશન અભ્યાસસ્ત્રસ્ત્ર મોકડ્રિલ યોજાઇ હતી. નસ્ત્રઓપરેશન અભ્યાસસ્ત્રસ્ત્ર અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે 8.00થી 8.30 કલાક સુધી સમગ્ર જિલ્લામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવશે.
