અજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુ

  રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં…

 

રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા. જેમાં અમરેલીનાં લાઠીના પતિ-પત્ની અને પુત્રએ જીવ ગુમાવ્યો હતો. જે અજમેર શરીફ દર્શન માટે ગયા હતા.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અજમેરની નાઝ હોટલમાં આગ લાગી હતી. જેમાં અમરેલીમાં લાઠીના 30 વર્ષીય અલ્ફ્રેઝ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમબેન નુરાની અને ત્રણ વર્ષીય પુત્ર અરમાન નુરાનીનું મૃત્યુ નીપજ્યું હતું.

એસીમાં બ્લાસ્ટ થવાના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. અનેક લોકોએ હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા. લાઠીના એકજ પરિવારનાં 3 લોકોએ જીવ ગુમાવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્રણેય મૃતદેહોને આજે વતન લાઠી લાવવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર, પહોટલ અચાનક મોટો ધડાકો થતાં હું અને મારી પત્ની બહાર આવ્યા. લોકો હોટલની બહાર ઉભેલા લોકોને પોતાના બાળકો ફેંકી આપી રહ્યા હતા. એક મહિલાએ બારીમાંથી પોતાનું બાળક નીચે ફેંક્યું હતું. જેમાં નીચે ઉભેલા એક વ્યક્તિએ તેને પકડીને બચાવ્યું હતું. બચાવ કામગીરીમાં પાંચ લોકોને બચાવવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિ પાંચમા માળની બારીમાંથી કૂદી પડતાં માથા પર ઈજાઓ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *