કચ્છના માંડવીમાં હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ નશાની હાલતમાં મળી આવ્યા

પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થળ પાસે આવેલા બંગડી બજાર ત્રણ રસ્તા પાસે ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દારૂૂ વેચાતો હોવાની બાતમી આધારે માંડવી પોલીસે દરોડો પાડ્યો…

પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થળ પાસે આવેલા બંગડી બજાર ત્રણ રસ્તા પાસે ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દારૂૂ વેચાતો હોવાની બાતમી આધારે માંડવી પોલીસે દરોડો પાડ્યો હતો જોકે, દુકાનમાંથી દારૂૂ મળ્યો ન હતો. પરંતુ માંડવી હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ નશાની હાલતમાં મળી આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બંગડી બજાર ત્રણ રસ્તા પાસે ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દારૂૂ વેચાતો હોવાની બાતમી મળતા 29 મે ના રાતનાં 10 વાગ્યાની આસપાસ પોલીસે દરોડો પાડ્યો હતો.દુકાનની તપાસ કરાતા લાકડાના કબાટની બાજુમાં અંગ્રેજી દારૂૂની ઓફિસર ચોઈસ નામની બોટલમાં 5 ખખ દારૂૂ મળી આવ્યો હતો.દુકાન સંચાલક 48 વર્ષીય આશિષ જેન્તીલાલ શાહ રહે.લુહાર ચોક દુકાન નીચે ઉતરતા લથડિયા ખાતો હોવાથી કેફી પીણું પીધું હોવાનું જણાઈ આવ્યું હતું.નશાની હાલતમાં મળી આવેલ વ્યક્તિ માંડવી હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપી રહ્યા છે. પોલીસ સેવામાં મદદરૂૂપ બનતા હોમગાર્ડને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી.માંડવી પોલીસ દ્વારા પીઆઈ સી.વાય.બારોટની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *