ભારત-પાક. તણાવ વધતા અમેરિકા સક્રિય, વાતચીતની સલાહ

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયાએ બન્ને દેશોના વિદેશ પ્રધાનો સાથે ટેલિફોનિક વાત કરી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી…

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયાએ બન્ને દેશોના વિદેશ પ્રધાનો સાથે ટેલિફોનિક વાત કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાએ રાજદ્વારી પહેલ શરૂૂ કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાતચીત કરી.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસના જણાવ્યા અનુસાર, માર્કો રુબિયોએ ડો. એસ. જયશંકર સાથે વાત કરી અને હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં ભારત પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને દક્ષિણ એશિયામાં તણાવ ઓછો કરવા અને શાંતિ જાળવવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે.

બીજી તરફ, માર્કો રુબિયોએ શાહબાઝ શરીફ સાથે પણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, શાહબાઝ શરીફે અમેરિકાના વિદેશ મંત્રીને પ્રાદેશિક પરિસ્થિતિ પર પાકિસ્તાનના વલણ વિશે માહિતી આપી. વાતચીત દરમિયાન, શાહબાઝ શરીફે ભારત પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો.

અહેવાલ અનુસાર, શાહબાઝ શરીફે કહ્યું કે ભારતની ઉશ્કેરણી પાકિસ્તાનને આતંકવાદ, ખાસ કરીને આતંકવાદી જૂથોને હરાવવાના તેના પ્રયાસોથી વિચલિત કરશે. શાહબાઝ શરીફે પહલગામ હુમલા સાથે પાકિસ્તાનને જોડવાના ભારતના પ્રયાસોને પણ નકારી કાઢ્યા અને આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને પુનરાવર્તિત કરી. તેમણે અમેરિકાને અપીલ કરી કે તેઓ ભારતને પઉશ્કેરણીજનક નિવેદનોથ ન આપવા કહે. કારણ કે આનાથી તણાવ વધુ વધી શકે છે.

પાકિસ્તાનને વધુ એક ઝટકો, ભારતે એરસ્પેસ બંધ કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરના ઘટનાક્રમમાં , ભારતે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 30 એપ્રિલ (સાંજે 6.30 વાગ્યા) થી 2 મે (રાત્રે 11.59 વાગ્યા) સુધી પાકિસ્તાનની તમામ પ્રકારની વાણિજ્યિક અને લશ્કરી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોટિસ ટુ એર મિશન (NOTAM ) એ એક પ્રકારની વાતચીત પ્રણાલી છે જેના દ્વારા ફ્લાઇટમાં હાજર કેબિન ક્રૂને મહત્વપૂર્ણ માહિતી મોકલવામાં આવે છે. આ એક અત્યંત ગુપ્ત માહિતી પ્રણાલી છે, જેને હેક કરવી અત્યંત મુશ્કેલ છે. નોટિસ ટુ એર મિશન સિસ્ટમ હેઠળ, હવામાન, જ્વાળામુખી ફાટી નીકળવો, હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધો, કોઈપણ પેરાશૂટ જમ્પ, રોકેટ લોન્ચ અને લશ્કરી કવાયત જેવી ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માહિતી વિમાનના પાઇલટને મોકલવામાં આવે છે જેથી વિમાનને હવાઈ મુસાફરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાનો સામનો ન કરવો પડે. NOTAM માં રનવે બંધ થવા, એરપોર્ટ પર જાળવણી કાર્ય, હવામાનના જોખમો અથવા ફ્લાઇટની સલામતીને અસર કરી શકે તેવી અન્ય કોઈપણ બાબત વિશે માહિતી હોય છે. NOTAM સરકારી સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે, જે ખાતરી કરે છે કે માહિતી સચોટ અને વિશ્વસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *