મોરબી નજીક હિટ એન્ડ રન : મિત્રને મળી પરત ફરેલા યુવકને કાળ ખેેંચી ગયો

ટ્રક ચાલકે બાઈકને ઉલાળતા ઘટી ઘટના : યુવાનના મોતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં કામ કરતો યુવાન પોતાના મિત્રને મળીને બાઈક…

ટ્રક ચાલકે બાઈકને ઉલાળતા ઘટી ઘટના : યુવાનના મોતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં કામ કરતો યુવાન પોતાના મિત્રને મળીને બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે સતનપર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં કામ કરતો જગદીશ સહદેવભાઈ રૂૂષી નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના અરસામાં સતનપર ચોકડી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ બિહારનો વતની હતો અને બે ભાઈ બે બહેનનો મોટો હતો તેને સંતાનમાં એક પુત્રી છે. મિત્રને મળીને ઘરે પરત ફરતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *