સિટી બસના 25 ડ્રાઈવરોના એકસાથે રાજીનામા

એજન્સી સાથે મીટિંગ યોજ્યા બાદ જવાબદારીની ફેંકાફેંકી થતાં માર નથી ખાવો તેવું કહી ડ્રાઈવરો રાજીનામા આપવા લાગતા તંત્ર મુંજાયું ઈન્દિરા સર્કલ સીટીબસ અકસ્માતમાં લોકોએ ડ્રાઈવરને…

એજન્સી સાથે મીટિંગ યોજ્યા બાદ જવાબદારીની ફેંકાફેંકી થતાં માર નથી ખાવો તેવું કહી ડ્રાઈવરો રાજીનામા આપવા લાગતા તંત્ર મુંજાયું

ઈન્દિરા સર્કલ સીટીબસ અકસ્માતમાં લોકોએ ડ્રાઈવરને બેફામ માર મારતા અન્ય બસના ડ્રાઈવરોએ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ અને હુમલાનો ભોગ બને ત્યારે જવાબદારી કોની? તેવા અનેક પ્રશ્ર્નોસાથે હડતાલ ઉપર ઉતર્યા હતા અને એજન્સી સાથે મીટીંગ યોજવાની હઠ પકડતા ગઈકાલે એજન્સીએ તંત્ર સાથે અને ડ્રાઈવરો સાથે મીટીંગ યોજેલ પરંતુ અકસ્માત દરમિયાન ડ્રાઈવરો પર થતા હુમલા સહિતના મુદ્દે મગનું નામ મરી ન પાડતા માર નથી ખાવો તેવુ કહી આજે અંદાજે 25થી વધુ ડ્રાઈવરોએ રાજીનામા આપી દેતા તંત્ર અને એજન્સી મુંજવણમાં મુકાઈ ગઈ છે.

મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સીટીબસ અકસ્માતની દુર્ઘટનામાં બસના ડ્રાઈવરનેઢોર માર મારવામાં આવેલ અને તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતના બીજા દિવસે માર મારવાનીઘટનાનો વિરોધ કરી સીટીબસના 75થી વધુ રૂટ બંધ કરી ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને આ પ્રકારના અનેક મુદ્દે એજન્સી જવાબદારીઉઠાવે તો નોકરી કરવી છે. તેમ જણાવેલ જેના લીધે ગઈકાલે એજન્સીના અધિકારીઓએ તંત્ર સાથે મીટીંગ યોજી એનક મુદ્દે ચર્ચાી હાથ ધરી હતી.

પરંતુ ડ્રાયવરોના પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાસર્જાય તો જવાબદાર એજન્સી હાથ ઉંચા કરી દે ત્યારે ડ્રાઈવરોને ભોગવવાનું આવે તેમ જણાવી આજે 25થી વધુ સીટીબસ સ્ટેન્ડમાં મુકી ડ્રાઈવરોએ એજન્સીને રાજીનામા આપી દેતા મહાનગરપાલિકાના અધિકાીરઓ અને એજન્સીના માણસોમાં દોડધામ મચી ગઈ હતી. આ લખાય છે ત્યારે બપોરે એજન્સી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સમજાવવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે. છતાં આજની ઘટનાના પગલે આગામી દિવસોમાં વધુ ડ્રાઈવરો રાજીનામા આપેલ તેવુંલાગી રહ્યું છે.

સીટીબસ અને શહેરના સીસીટીવી કેમેરા અપગ્રેટ કરાશે
સીટીબસના અકસ્માતોમાં વધારો થતાં અને શહેરના આઈવે પ્રોજેક્ટના અનેક કેમેરાઓ કાર્ય ન કરતા હોવાનં બહાર આવતા તંત્ર દ્વારા હવે તમામ સીટીબસના સીસીટીવી કેમેરાઓ અપગ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે આઈવે પ્રોજેક્ટ અંતર્ગથ શહેરમાં ફીટ કરવામાં આવેલા 1100થી વધુ સીસીટીવી કેમેરાનુંચેકીંગ કરી બંધ કેમેરાના સ્થાને નવા કેમેરા ફીટ કરી તેનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *