સગીરાનું અપહરણ-દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા

  મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને અને દંડ…

 

મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને અને દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાને આવાસ યોજનાના ક્વાર્ટરમાં જ રહેતા અમરેલીના અભિષેક દિપકભાઈ ડુંભરેલા નામના શખ્સે તા.11/03/2022ના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી અમરેલી લઈ ગયો હતો.

જ્યાં આશરે નવ દિવસ સુધી ત્યાં રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પિતાએ યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી સામે પુરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષ તરફથી ભોગબનનાર, ફરીયાદી, ડોકટરો, પંચ વીટનેસો અને પોલીસ વીટનેસો વિગેરેને રજુ રાખ્યા હતા એ ઉપરાંત બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી અભિષેક દિપકભાઈ ડુંભરેલાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી રોકાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *