ગુજરાતમા એક સમયે ભાજપનાં પદડા પાછળનાં મોટા ખેલાડી ગણાતા અને છેલ્લા કેટલાક સમયથી ભાજપમાથી અદ્રશ્ય થઇ ગયેલા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે હાલ રાજકીય વેકેશન ઉપર હોવાની અને જીવનભર રાજકારણમા સક્રિય રહેવાની સુચક જાહેરાત કરી હતી. રાજકોટમા ગઇકાલે યોજાયેલ એક કાર્યક્રમમા ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કેટલાક સુચક વિધાનો પણ કર્યા હતા.
તેમણે જણાવ્યુ હતુ કે આજદિન સુધી સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ કર્યું નથી. દોઢ વર્ષ બાદ રાજકોટમાં એક સામાજિક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મોટો ખુલાસો કર્યો છે. સાથે જ તેમના વિરોધીઓને પણ વળતો જવાબ આપ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું છે કે આજ સુધી કોઈ ખોટું કામ કર્યું નથી અને ક્યારેય કરીશ પણ નહીં.
તેમણે જણાવ્યું છે કે, દોઢ વર્ષથી હું કઈ બોલ્યો નથી. તેમણે કહ્યું કે, હું આ વોટ બેન્ક માટે નથી કરતો પણ આપણા ભાઈઓ જેને સમાજમાં પરત આવવું છે તેમને લાવવા માટે કહું છું. સાથે જ કહ્યું કે, મેં દોઢ વર્ષમાં એવું કોઈ કામ નથી કર્યું જેનાથી સમાજને નીચું જોવું પડે અને ભવિષ્યમાં કઈપણ ખોટું કામ ન કરવાની ગેરંટી પણ આપી છે.
પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે, તમે મારા પર વિશ્વાસ કર્યો છે તો મારા પર વિશ્વાસ રાખજો. આવી લોકોને અપીલ કરી છે. આ સાથે એવું પણ કહ્યું હતું કે, આ વેકેશન છે, આ કામ હજી છોડ્યું નથી .આગળ પણ દરેક કામમાં આપણે સાથે રહીશું. પ્રદીપસિંહ વાઘેલાએ સમાજનાં યુવાનોને કહ્યું કે, જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે. મારી સાથે આવવું છે તેમનું સ્વાગત છે.
