જામનગર જિલ્લામાં યુવા વયે હૃદયરોગના હુમલાના બનાવમાં દીન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, અને જામનગર જિલ્લાના જામજોધપુરના 39 વર્ષની વયના આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
જામજોધપુરમાં પોલીસ લાઈન નજીક સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં મલ્ટિપલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આશિષ દિનેશભાઈ નામના 39 વર્ષના પટેલ યુવાનને આજે સવારે પોતાના ઘેર એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશભાઈ વાલજીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામજોધપુરમાં આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદયરોગના હુમલાના બનાવમાં દીન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, અને જામનગર જિલ્લાના જામજોધપુરના 39 વર્ષની વયના આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ…
