લોહાણા સમાજ આકરા પાણીએ, પોલીસને આપ્યું આવેદન

સંત શિરોમણિ જલારામબાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનાર સુરતના અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશદાસ સ્વામી સામે લોહાણા સમાજ આકરા…

સંત શિરોમણિ જલારામબાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનાર સુરતના અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશદાસ સ્વામી સામે લોહાણા સમાજ આકરા પાણીએ થઇ ગયો હોય તેમ ઠેર ઠેર વિરોધ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં લોહાણા સમાજ દ્વારા પોલીસમાં આવેદન પત્ર પાઠવી કાનુની કાર્યવાહી કરવા રજુઆત કરવામા આવી છે. જયારે રાજકોટના એક એડવોકેટ દ્વારા પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી અપમાન જનક ટીપ્પણી કરનાર સ્વામી સામે ફોજદારી ગુનો નોંધવા માંગણી કરી છે.

રાજકોટમાં રામધામ ટ્રસ્ટ દ્વારા જલારામબાપા વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર સુરતના અમરોલી સ્વમી નારાયણ મિેંદરના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ગુનો નોંધવા પ્રનગર પોલીસ સ્ટેશના પીઆઇને લેખીત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર આ કામના આરોપી એક સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયમાં સાધુ તરીકે ચાલી આવતા હોય અને તેને સંત તરીકેની વરણી પણ કરેલી છે. સુરતમાં ચાલતી એક સત્સંગ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજના ધર્મગુરુ યાને સંત શિરોમણિ જલારામબાપા વિશે ખોટી બફાટ વાતો કરીને તેમના વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરેલ છે.

સુરતમાં એક સત્સંગ સભા દરમિયાન આરોપી જ્ઞાનપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને ઉલ્લેખ કરેલ કે સંત જલારામ બાપાને અન્નક્ષેત્રની વાર્તામાં ગુણાતીતનંદ સ્વામીએ તેમના આશીર્વાદ આપેલા હતા અને જલાબાપા યાને જલારામબાપાને સારો એવો સંબંધ સાધુ સંત સાથે ચાલ્યો આવેલ છે. જેના કારણે આ બધા અન્નક્ષેત્રો ચાલી આવેલ છે. આ કામના આરોપીએ ક્યાં શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને મિલાપનો કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલાભગત વિશે થયેલી વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગો દોરવા પ્રયાસ કરેલ છે.

આ કામના આરોપી વીરપુર જલારામ બાપાના મંદિર પર આવીને જાહેરમાં માફી માગી અને લેખિત માફીનામું આપી બીજીવાર આવી ભૂલ ન થાય તે ભાન માટે આ ફોજદારી ફરિયાદ નોંધી ફોજદારી રાહે કાર્યવાહી કરવા માગણી કરાઈ છે.

એડવોકેટ જયભારત આર.ધામેચાએ પણ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી લોહાણા જ્ઞાતિ તેમજ જલારામ ભકતોની લાગણી દુભાવી અને તેમની આસ્થાને ઠેસ પહોચાડવાનુ કૃત્ય કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ગુનો નોંધવા રજુઆત કરી હતી.

આવતીકાલે સાંજે રામધૂન અને રવિવારે વાહન રેલી
જલારામબાપા વિશે ટીપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં સર્વેસમાજ દ્વારા રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે તા.8ને શનિવારના સાંજે પથી 7 સુધી રામધુન બોલાવી સ્વામી જ્ઞાનપ્રકાશનો વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં સર્વે સમાજને હાજર રહેવા રઘુવંશી સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. જયારે રઘુવંશી યુવા શકિતસંઘ દ્વારા તા.9ને રવિવારે સવારે 10 કલાકે સનતાન સ્વાભીમાન યાત્રાનુ આયોજન કરાયુ છે. આરેલીમા કાર અને ટુવ્હિલ દ્વારા લોકો રેસકોર્ષ ગ્રાઉન્ડથી પ્રારંભ થઇ કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિકરોડ, ત્રિકોણબાગ આરએમસી ચોક થઇ ભૂપેન્દ્રરોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર પર પૂર્ણ કરી સ્વામીનારાયાણ મંદિરે જલારામ બાપાવિશે ખોટી ટિપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *