વડાપ્રધાન સુરતમાં; 2587 કરોડની યોજનાઓના શિલાન્યાસ-લોકાર્પણ

હેલિપેડથી ત્રણ કિ.મી.નો રોડ શો, નીલગિરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધન આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં ‘લખપતિ દીદી’ સંમેલનને કરશે સંબોધન બે દિવસના કાર્યક્રમોના કારણે તંત્ર…

હેલિપેડથી ત્રણ કિ.મી.નો રોડ શો, નીલગિરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધન

આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં ‘લખપતિ દીદી’ સંમેલનને કરશે સંબોધન

બે દિવસના કાર્યક્રમોના કારણે તંત્ર ખડે પગે, 8000 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતમા સુરત અને નવસારીમાં વડાપ્રધાનના બે મોટા કાર્યક્રમો હોવાથી સમગ્ર વહિવટી તંત્ર દોડતુ થયુ છે અને બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયા છે.

વડાપ્રધાનના પ્રવાસના કારણે કેટલાક રસ્તાઓ અવરજવર માટે પ્રતિબંધિત કરવામા આવ્યા છે અને ગઇકાલ રાતથી જ સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ તથા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.

પીએમ મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂૂપ પણ ધ પી એમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ 1.30 વાગ્યે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સેલવાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ. તેની સાથે જ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ કર્યુ હતુ. ગંગટોક બાદ દેશના બીજા નંબરના દરિયા કિનારે આવેલા દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું લોકાર્પણ કરશે. મોદી કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યુ હતુ.આ વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે.

સેલવાસાના કાર્યક્રમ બાદ પીએમ મોદી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે.

પીએમની આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે.

પીએમ મોદી નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ સુરતના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી શકે છે.ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે, પીએમ નરેન્દ્ર મોદી 8 માર્ચે નવસારીના વાંસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 1.1 લાખથી વધુ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. પોલીસ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાના તમામ પાસાઓની સાથે, આ કાર્યક્રમનું આયોજન મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ કરવામાં આવશે.

મહિલા દિવસે મહિલા સંમેલનમાં 2000 મહિલા પોલીસની તૈનાતી

વિશ્વ મહિલા દિવસે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે. 2 હજારથી વધુ મહિલા પોલીસ કર્મીઓ પીએમ મોદીનું સુરક્ષા કવચ બનશે.ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું કે, 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થવાની છે ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી રહેશે. કાર્યક્રમની વ્યવસ્થા અને સમગ્ર બંદોબસ્ત માટે 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 5 મહિલા એસ.પી., એક મહિલા ડી.આઇ.જી. અને એક મહિલા અધિક પોલીસ મહાનિદેશક તૈનાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *