પ્રભાસપાટણ સોમનાથ ના હિંદુ સમાજે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને આવેદન આપી દિનુ સોલંકી સામે કાર્યવાહીની માંગ કરી
તાજેતરમાં માં ભાજપના પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી દ્વારા કોડીનાર ખાતે એક જાહેર સભા માં પોતાના ઉદબોધન માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ની સોમનાથ મંદિર ના લૂંટારા મહંમદ ગઝની સાથે સરખામણી કરતું વિવાદિત નિવેદન આપતા સનાતન હિન્દુ સમાજ માં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.તાલાલા ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયા બાદ વેરાવળ ખાતે પણ પ્રભાસ પાટણ (સોમનાથ)માં સનાતન હિંદુ સમાજે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે.
સમિતિ ના પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી કાનાભાઈ ગઢીયા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ ના પ્રમુખ હેમલ ભટ્ટ, લોહાણા સમાજ પ્રમુખ લાલભાઈ અટારા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ જયદેવ જાની, બાલાભાઈ શામળા સહિત દરેક સમાજ ના આગેવાનોએ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સોમનાથ મંદિરના લૂંટારા મહમદ ગઝની સાથે સરખામણી કરનાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.સમાજના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો કલેક્ટર સાથેનો વ્યક્તિગત વિવાદ તેમનો અંગત પ્રશ્ન છે. પરંતુ એક કર્તવ્યનિષ્ઠ અધિકારીની મહમદ ગઝની સાથે સરખામણી કરવી એ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. સમાજે કલેક્ટર જાડેજાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને પૂર્વ સાંસદ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
