શહેરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા છે ત્યારે ગોંડલ રોડ પર ઉધોગનગર કર્વાટરમા રહેતા ચાર બહેનોનાં એકનાં એક ભાઇનુ હદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ઉધોગનગર કર્વાટરમા રહેતા અમીત નટુભાઇ પરમાર (ઉ.વ. 38) નામનો યુવાન આજે સવારે પોતાનાં ઘરે હતો ત્યારે બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમા ખસેડાયો હતો જયા ફરજ પરનાં તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ આ અંગે સિવિલ ચોકીનાં સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમા મૃતક અમીત ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો તે અપરણીત હોવાનુ અને કારખાનામા કામ કરતો હતો. હાર્ટ એટેકથી મોત નીપજવાનુ પ્રાથમીક અનુમાન છે આ બનાવથી પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.
