રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી નજીક આજે બપોરે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ ભભૂકી હતી. અચાનક હાઇવે ઉપર જતા ટ્રકમાં આગ લગતા વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા. હાઇવે ઉપર બનેલા બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયો અને તકેદારીના ભાગ રૂૂપે રાજકોટ-જામનગર હાઇવેનો બંને તરફનો રસ્તો બંધ કરાયો હતો.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી નજીક આજે બપોરે હાઇવે ઉપરથી પસાર થતા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના આગળના ભાગમાં ઘુમાડો નીકળ્યા બાદ થોડીવારમાં આગ લાગી હતી. ટ્રકનો ડ્રાઈવરે સમય સુચકતા દાખવી ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખી પોતે ટ્રકની નીચે ઉતરી ગયો હતો. થોડીવારમાં આગમાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. ટ્રકમાં લાગેલી આગના ઘુમાડા દુર સુધી દેખાતા હતા. રાજકોટ-જામગનર ઉપર ટ્રાફિકથી સતત ઘમઘમતા હાઇવે ઉપર બનેલા બનાવની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો, પડધરી ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.