ભાવનગરમાં રસ્તો ઓળંગતા વૃધ્ધનું બાઇકની અડફેટે મોત

ચિત્રા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળાનું પાણીના ટાંકામાં પડી જતાં મોત ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.…

ચિત્રા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળાનું પાણીના ટાંકામાં પડી જતાં મોત

ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘારોડ, કૈલાસ સોસાયટીમાં રહેતા વૃદ્ધ લાખાભાઈ ભીખાભાઈ પરમાર ( ઉં.વ.76 ) કૈલાસ સોસાયટી પાસે આવેલ ગાયત્રી શક્તિપીઠના દરવાજા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ નં. જી.જે.04 – ઈ.બી. 9809 ના ચાલકે અડફેટે લેતા વૃધ્ધને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક લાખાભાઈ પરમારના પુત્ર દેવજીભાઈ લાખાભાઈ પરમારે મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમા ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ગુરુકુળ સ્કૂલ પાછળ રહેતા મુન્નાલાલ રાવની ત્રણ વર્ષની પુત્રી એન્જલ રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી ભારે શોક: ની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *