રાજધાની હોટલના રૂમમાં આગથી અફરાતફરી

જામનગર માં આવેલી એક હોટલ ના એક રૂૂમ ના એસી માં આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી .આ બનાવવા ની જાણ જાણ થતાં ફાયર બ્રિગેડ…

જામનગર માં આવેલી એક હોટલ ના એક રૂૂમ ના એસી માં આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી .આ બનાવવા ની જાણ જાણ થતાં ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચી હતી પરંતુ એ પહેલા જ આગ ને ઓલવી દેવા માં આવી હતી.

જામનગર શહેર ના ગ્રેન માર્કેટ , પોટરી વાળી ગલી માં આવેલ રાજધાની હોટલ ના એક રૂૂમ ના એસી માં આગ લાગી હતી. થોડી ક્ષણો માં જ એસી મશીનમાંથી ધુમાડા અને આગ ના ભડકા જોવા મળતા હોટલ.ના સ્ટાફે પાવર સપ્લાય બંધ કરીને આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો, અને બીજી તરફ ફાયર બ્રિગેડ ને પણ જાણ કરવામાં આવી હતી . પરંતુ ફાયર બ્રિગેડ ની ટીમ પહોચે તે પહેલા જ આગ કાબુ માં આવી હતી . શોટ સર્કિટ ના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *