દિકરાનું ઘર વૃદ્ધાશ્રમના સેવાકાર્યના વીડિયો મૂકી રૂા.8 લાખનું દાન મેળવનાર ગઠિયો ઝડપાયો

  સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા અવનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે આવા જ એક ભેજાબાજ ગઠીયાને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. રાજકોટની ભાગોળે…

 

સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા અવનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે આવા જ એક ભેજાબાજ ગઠીયાને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. રાજકોટની ભાગોળે આવેલ ઢોલરાના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિના વિવિધ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દાનની અપીલ કરી ગઠિયાએ લાખો રૂૂપિયા ઉસેડી લીધા હતા. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્તરપ્રદેશના શખ્સને આ ગુનામાં ઝડપી લીધો હતો અને રૂૂ.8 લાખની રકમ સીઝ કરી હતી.

ફેસબુક પર સુભાષ વૃદ્ધાશ્રમની બોગસ આઇડી બનાવી તેમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના વિવિધ ફોટા મૂકવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમના વડીલોને જમવા અને રહેવા સહિતની સવલતો આપવામાં આવે છે અને આ માટે રૂૂ.100થી લઇ મહત્તમ દાન કરવા અપીલ કરવામાં આવી હતી અને સેવાકીય પ્રવૃત્તિના ફાટો પર ક્યુઆર કોડ પણ અપલોડ કરવામાં આવ્યો હતો.દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિના ફોટા તથા આ વૃદ્ધાશ્રમના વડીલોના ફોટા મૂકી કોઇ શખ્સ દાનના નામે નાણાં ઉઘરાવી રહ્યાનું ધ્યાને આવતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય બની હતી અને જે બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ રહી હતી તેની માહિતી મેળવી રૂૂ.8 લાખથી વધુની રકમ સીઝ કરાવી નાખી હતી.બાદમાં આરોપી ઉત્તરપ્રદેશના જંઘેરી શામલી ગામનો હૈદર જીંદા હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ દોડી ગઇ હતી અનૈ હૈદરને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઇમ પોલીસમાંથી મળતી વિગત અનુસાર આરોપીના એકાઉન્ટમાં રહેલા રૂૂ.8 લાખ સીઝ કરાયા છે. દાન આપનાર લોકોએ હજુ સુધી સંપર્ક કર્યો નથી. જેટલા લોકોએ આ નકલી આઇડી પર ક્યુઆર કોડ સ્કેન કરીને દાન આપ્યું હોય તે રકમ પરત લેવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *