પાઇનવીંટા હોટલના મેનેજરનું ઘરે પગથિયાં પરથી પટકાતાં મોત

ચામડિયાપરામાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ શહેરમાં આવેલી પાઇનવીંટા હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને બાજુની જ બિલ્ડીંગમાં રહેતા વૃદ્ધ અકસ્માતે પગથીયા પરથી નીચે પટકાતા…

ચામડિયાપરામાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

શહેરમાં આવેલી પાઇનવીંટા હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને બાજુની જ બિલ્ડીંગમાં રહેતા વૃદ્ધ અકસ્માતે પગથીયા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન વૃદ્ધ મેનેજરનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટમાં પાઇનવીંટા હોટલમાં મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા અને હોટલની બાજુની જ બિલ્ડીંગમાં રહેતા શેખરભાઈ વેકાપ્પાભાઈ શેટી નામના 66 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે પગથિયા પરથી નીચે પટકાતા ઇજા પહોંચી હતી. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલા ચામડિયાપરામાં રહેતી રહીલાબેન ગફારભાઈ બાવનકા નામની 22 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બમાવ અંગે પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *