પેંડા ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ કરનાર વધુ એક ઝડપાયો, હથિયાર સપ્લાયરની શોધખોળ

  શહેરના ગોકુલધામમાં એક મહિના પૂર્વે થયેલી છેડતી મામલે જંગલેશ્વર અને નામીચીન પેંડા ગેંગના સાગ્રીત વચ્ચે થયેલ માથાકૂટનો ખાર રાખી જામીન ઉપર મૂક્ત થયેલ પેંડા…

 

શહેરના ગોકુલધામમાં એક મહિના પૂર્વે થયેલી છેડતી મામલે જંગલેશ્વર અને નામીચીન પેંડા ગેંગના સાગ્રીત વચ્ચે થયેલ માથાકૂટનો ખાર રાખી જામીન ઉપર મૂક્ત થયેલ પેંડા ગેંગના સાગ્રીત ઉપર જંગલેશ્વરની મુરગાની ગેંગે કરેલા ફાયરીંગના બનાવમાં એસઓજીની ટીમે હીસ્ટ્રીશીટ સહિત ત્રણ શખસોની ધરપકડ કર્યા બાદ આ મામલે તાલુકા પોલીસે કરેલી પુછપરછમાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા હતા જેમાં જંગલેશ્વરની મુરગાની ગેંગના વધુ એક સભ્યને તાલુકા પોલીસે ઝડપી લઇ હથીયાર સપ્લાય કરનાર અને બનાવ વખતે કારમાં બેઠેલા પરપ્રાંતીય શખ્સને પકડવા તાલુકા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

શહેરના ગોંડલ રોડ પર આવેલ પુનીતનગર કર્મચારી સોસાયટીમાં રહેતાં પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બડદા (ઉ.24)ની ફરિયાદને આધારે તાલુકા પોલીસે સમીર ઉર્ફે મુરગો, સોહીલ ભાણો, સોહીલનો ભાઈ નવાઝ અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પરેશ મિત્રો સાથે જસદણ રોડ પર આવેલ માતાજીના મંદિરે દર્શન કરી સવારે 5 વાગ્યે પુનિતનગરના ટાંકા પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે સફેદ કલરની વર્ના કારમાં આવી તેમાંથી ઉતરેલા સમીર ઉર્ફે મુરગાએ પ્રથમ હવામાં ફાયરિંગ અને બાદમાં પરેશ ઉપર બીજો રાઉન્ડ ફાયરિંગ કરતાં તેને સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી ઈજાગ્રસ્ત પરેશને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલે ખસેડાયો હતો.અગાઉ પરેશને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીને હાલ સોહિલ સાથે પ્રેમ સંબંધમાં છે એક માસ પૂર્વે ઉતરાયણના દિવસે પોતે મિત્રો સાથે ગોકુલધામ કવાટર પાસે ગયા ત્યાં માથાકુટ થતા સોહીલને મારકુટ કરી હતી જે અંગે ફરીયાદ નોંધાતા ધરપકડ થઈ હતી અને તે ગુનામાં છ દિવસ પૂર્વે જ તે જામીન ઉપર છુટ્યો હતો.

અને તે માથાકૂટનો ખાર રાખી સમીર ઉર્ફે મુરગો સહિતનાએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ મામલે એસ. ઓ.જી.પીઆઈ એસ.એમ.જાડેજા સહિત ટીમે ફાયરીંગમાં સંડોવાયેલ કુખ્યાત હિસ્ટ્રીશીટર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ, અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા સહિત ત્રણ શખસોને દબોચી પીસ્ટલ, કારતૂસ, કાર સહિત રૂૂ.5.52 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ. હરિપરા સહિતે પકડાયેલ ત્રિપુટીની પુછપર કરતા આ બનાવમાં જંગલેશ્વર ગેંગના વધુ બે સભ્યોના નામ ખુલ્યા હતા. જેમાં ફાયરીંગ સમયે કારમાં બેઠેલા દિનેશ અને હથિયાર સપ્લાય કરનાર રામ પ્રસાદનું નામ ખુલ્યું હતું.તાલુકા પોલીસે આ મામલે દિનેશની ધરપકડ કરી હથિયાર સપ્લાય કરનાર રામ પ્રસાદની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *