રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 576 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવા માટે પોલીસના વહીવટી વિભાગે પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. અને પીઆઈની બઢતી તરીકે પસંદગી પામનાર 576 પીએસઆઈની ખાતાકીય માહિતી મંગાવવામાં આવી છે. અને આ સપ્તાહના અંત સુધી આ પસંદગીની યાદીમાંથી 250થી વધુ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવશે. પીઆઈ તરીકેની બઢતીની પસંદગીની યાદીમાં રાજકોટ શહેરના 10 અને ગ્રામ્યના 15 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર અને છેલ્લા 10 વર્ષથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા 576 જેટલા પીએસઆઈને ખાતાકીય પીઆઈ તરીકેની બઢતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસના વહીવટી વિભાગના વડા ખુરશીદ અહેમદ દ્વારા પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પાત્રતા ધરાવતા 576 પીએસઆઈની બઢતી માટેની પસંદગીની યાદી જાહેર કરાવમાં આવી છે. અને આ યાદી સાથે હાલ રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં અને શહેર જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ સામે કોઈ ખાતાકીય તપાસ કે , અન્ય કોઈ તપાસ ચાલુ છે કે કેમ તે સહિતની માહિતી મંગાવવામાં આવી છે અને આ માહિતી મળ્યા બાદ ટુંક સમયમાં જ સંભવત સપ્તાહના અંત સુધીમાં આ 576માંતી 250થી વધુ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવશે.
અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈની પીઆઈ તરીકેની બઢતીની પસંદગીની યાદીમાં રાજકોટ શહેરના 10નો સમાવેશ થાય છે જેમાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.જે. હુણ, એએન પરમાર, એસએસ ગરચર ઉપરાંત પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.જી. રાણા, સી.એમ કુંભાણી, જે.આઈ પરમાર, પી.જી. રોહડિયા, જે.વી. બોરીસાગર, એસ.ડી. કારેણા, એ.જે. લાઠિયા, એન.વી. હરિયાણીનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ કે જેઓ પીઆઈની બઢતીની પસંદગીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં એમ.એચ. યાદવ, આર.એ. જાડેજા, કે.જી. પરમાર, વી.સી. પરમાર, કે.જે. સથવારા, વી.એમ. ડોડિયા, જે.એ. ખાચર, આર.એસ. સાકરિયા, આઈએમ સરવૈયા, કે.એસ. ગરચર, એસ.વી. ગરચર, કે.એમ. ચાવડા, જે.એસ. સિસોદિયા, જી.જે ઝાલા અને ડી.આર. ચૌધરીનો સમાવેશ થાય છે.
