બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ

  બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…

 

બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી હતી. રાજકોટના પેડક રોડના સેટેલાઈટ ચોક પાસે બી-ડિવિઝન પોલીસ દ્વારા ગાડી ઊભી રાખી પૂછપરછ કરતાં ગાડીની પાછળ ના ભાગ માં રહેલ માલના કોઈ બિલ કે પુરાવા ન હોવાથી પોલીસ દ્વારા ગાડી ને જપ્ત કરવામાં આવી હતી. ગાડી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ કાકડિયા જવેરભાઈ શામજીભાઈ રહે. બોટાદ વાળા હોવાનું જણાવેલ છે. ગાડી માંથી લુઝ પાઉચની 10 કિલો ની એક બેગ એવી 25 સફેદ કલરની પ્લેન બેગ અને 15 બાબુ પાર્સલના રજીસ્ટર કોપીરાઈટ પેકિંગ મટિરિયલની હૂબહું નકલ વાળી બેગ હતી.

કુલ બેગ 40 નંગ જેની કિંમત 16000 રૂૂપિયા તથા બાબુ પાર્સલની નાની પડીકી નું પેકિંગ મટીરિયલની હૂબહું નકલ વાળા 10 પેકિંગ મટિરિયલના પ્રિન્ટેડ રોલ હતા. જેનો અંદાજિત વજન 30 કિલો અને કિંમત 3900 રૂૂપિયા છે. આ ગુનાના આરોપી માલની ડિલિવરી કરવા માટે લઈને આવેલ મારુતિ કંપનીની વાન ઓમનીના રજીસ્ટર નંબર ૠઉં-05-ઈઇં-7940ની માલિકી કોની છે તે ખ્યાલ નથી. તેથી પોલીસ દ્વારા જપ્ત કરેલ કોપીરાઈટ ભંગ વાળી થેલીઓ અને પેકિંગ મટિરિયલના પ્રિન્ટેડ રોલની કિંમત 19900 રૂૂપિયા તથા ગાડી ની કિંમત 45000/- રૂૂપિયા મળી કુલ 64900/- રૂૂપિયાનો મુદામાલ કબજે લઈ આરોપી કાકડિયા જવેરભાઈ શામજીભાઈ રહે. બોટાદ સામે કોપીરાઇટ એક્ટની કલમ 63 અને 64 મુજબ કોપીરાઇટ ભંગ બદલ અણદાણી અમિત કેશુભાઈ રહે. રાજકોટ દ્વારા ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી આગળ તપાસ ની કાર્યવાહી રાજકોટ બી-ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *