સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલો

  શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા અને ગીતાનગરમાં ભંગારનો ડેલો ચલાવતા સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂૂ.11000 ની ઉઘરાણી કરી પાઇપ વડે હુમલો…

 

શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા અને ગીતાનગરમાં ભંગારનો ડેલો ચલાવતા સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂૂ.11000 ની ઉઘરાણી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા હિરેન કાંતિલાલ ખુંટ નામનો 41 વર્ષનો યુવાન ગીતાનગરમાં આવેલ પોતાના રિદ્ધિ સિદ્ધિ નામના ભંગારના ડેલામાં હતો ત્યારે પીપળીયા હોલ પાસે દામજીમેપા પ્લોટમાં રહેતો મિત્ર પરેશ ગોવિંદભાઈ દાસોડીયા ધસી આવ્યો હતો અને કહેલ કે તારે મને જે રૂૂ.11,600 આપવાના બાકી છે તે ક્યારે આપવાના છે જેથી બીજા દિવસે આપવાનું કહેતા પરેશ દાસોડિયાએ કહેલ કે મારે અત્યારે જ જોઈએ છે ચાલશે નહી તેમ કહી બોલાચાલી કરી પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત યુવાને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *