પત્નીના ઓપરેશન માટે વ્યાજે લીધેલા ર8 હજારના સવા લાખ ચૂકવ્યા છતાં દાગીના અને બે વાહન પડાવી દીધા
રાજકોટ શહેરમા પોલીસના વ્યાજખોરો સામેના લોક દરબાર બંધ થઇ જતા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસ વધતો જાય છે અને લોકો આપઘાત કરી રહયાના બનાવો સામે આવી રહયા છે. ત્યારે રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર ન્યુ ગણેશ સોસાયટીમા રહેતા યુવાને પત્નીના ઓપરેશન માટે વ્યાજે લીધેલા ર8 હજારના સવા લાખ રૂપીયા ચુકવી દીધા છતા વ્યાજખોરો યુવકના દાગીના અને વાહન પડાવી લીધા હતા અને વધુ રૂ. ર લાખની પઠાણી ઉઘરાણી કરતા બેડીના વ્યાજખોર વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગત મુજબ ન્યુ ગણેશ સોસાયટીમા રહેતા વિશાલ ગોવિંદભાઇ કેશુર નામના યુવાને પોતાની ફરીયાદમા બેડીના વ્યાજખોર ભાનુ કાનગડનુ નામ આપતા તેમના વિરૂધ્ધ મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા વિશાલે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે બોલેરો વાહન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. છ મહીના મહેલા પત્ની ભુમીનુ કિડનીની પથરી કાઢવાનુ ઓપરેશન કરવાનુ હોય જેથી નાણાની જરૂરીયાત ઉભી થઇ હતી અને ઓપરેશનમા 6પ હજારની જરૂરીયાત હોય જેથી મોરબી રોડ પર જમના પાર્કમા રહેતો મિત્ર વિશાલ કાનગડના મોટાભાઇ ભાનુભાઇ જેને માર્કેટીંગ યાર્ડની સામે માધવ કાર એન્ડ બાઇક નામે ધંધો કરતો હોય અને વ્યાજે પૈસા આપતો હોય જેથી વિશાલ ત્યા ગયો હતો અને ત્યારે ભાનુએ એકટીવા ગીરવે મુકવુ પડશે તેમ વાત કરી ર8 હજાર રૂપીયા વ્યાજે આપ્યા હતા તેનુ દર મહીને રૂ. 3000 ચુકવતો હતો. પત્નીના ઓપરેશન બાદ વિશાલે વ્યાજની રકમ ચુકવી શકતો ન હોય જેથી ભાનુએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. અને સોરઠીયા વાડી સર્કલ પાસે બોલાવી બાઇક બળજબરીથી પડાવી લીધુ હતુ.
ત્યારબાદ વ્યાજના પૈસા ચુકવવા અને બાઇક છોડાવવા માટે પત્નીનો પેડલ સેટ અને બે જોડી બુટી કોઠારીયા રોડ પર આવેલ ક્રેપી લોન્સમા મુકવાનુ નકકી કર્યુ હતુ અને દાગીના મુકીને 1 લાખ રૂપીયા લોન લીધી હતી અને 70 હજાર લઇને ભાનુભાઇ પાસે ચુકવવા પહોંચ્યો હતો ત્યારે ગીરવે મુકેલી ગાડી છોડાવવા માટે ગયો હતો. અને ત્યારે ભાનુભાઇએ બાઇક આપી દીધુ હતુ જયારે એકટીવા તેની પાસે રાખ્યુ હતુ. ત્યારબાદ ભાનુભાઇએ કહયુ કે દાગીના હુ છોડાવી આપીશ. તારી ગાડી તને આપી દઇશ. તારે દર મહીનાનુ વ્યાજ સહીત રૂ. 1ર હજાર ચુકવવા પડશે. તેથી ડીસેમ્બર મહીનામા ભાનુભાઇ સાથે આવેલી ક્રેપી લોન્સમા ગીરવે મુકેલા દાગીના તેઓએ છોડાવી દીધા હતા. ત્યારે આરોપી ભાનુ ત્યાથી વિશાલભાઇનુ બાઇક અને દાગીના લઇને જતો રહયો હતો અને હજુ રૂ. ર.10 લાખની ઉઘરાણી કરતો હોય જેથી તેના વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
