મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 32 મિલ્કતો સીલ કરી રહેણાકના બે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા. 43.37 લાખની વેરાવસુલાત કરી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂૂ.51,300, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-316 ને સીલ મારેલ, રામનાથપરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.10 લાખ, લોહાણાપરામાં આવેલ સદગુરુ સદનમાં 13-યુનિટને સીલ મારેલ, મોચીબજારમાં આવેલ ‘ગોકુલ કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર નં-8 ને સીલ મારેલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમાં શોપ નં-3 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-14 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-35 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ સેવન્થ ફ્લોર ઓફીસ નં-21 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ફિફિથ ફ્લોર ઓફીસ નં-5 ને સીલ મારેલ હતું.
મનપાના વેરાવિભાગ દ્વારા ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ફોર્થ ફ્લોર ઓફીસ નં-2 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-60 ને સીલ મારેલ, વિજય પ્લોટમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.15 લાખ, વિજય પ્લોટમાં 2-યુનિટને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.20 લાખનો ઙઉઈ ચેક આપેલ, કેવડાવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, નવા થરોલા વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 86,000, નવા થરોલા વિસ્તારમાં 1-નળ કનેક્શન કપાત, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.15 લાખનો ઙઉઈ ચેક આપેલ, સોમનાથ ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.67,020, કોઠારીયા રીંગ રોડ પર આવેલ ‘સત્યસાઈ પ્રોસેસ’ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,100ની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક,સેન્ટ્રલ ઝોનમેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોનમેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોનમેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરતથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
