વાંકાનેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે વોર્ડ નં. 6માં સ્લીપ મુદ્દે ભારે વિવાદ

વાંકાનેર નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી ચૂંટણી જાહેર થઈ ત્યારથી બન્ને જુથો વચ્ચે પોતપોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સહિતની પ્રક્રિયાના અંતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી…

વાંકાનેર નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી ચૂંટણી જાહેર થઈ ત્યારથી બન્ને જુથો વચ્ચે પોતપોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સહિતની પ્રક્રિયાના અંતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયેલ ફોર્મીયુલા મુજબ ધારાસભ્ય જૂથના 19 ઉમેદવારો તથા સાંસદ જુથના 5 (પાંચ) સભ્યોને લેવાનું નક્કી થયેલ હતું.

જેમાં વોર્ડ વાઈઝ પેનલો નક્કી થયા કરતા વધુ ઉમેદવાર જાહેર થતાં જ ઉકળતા ચરુ જેવું વાતાવરણ જોવા મળતું હતું જેનું કારણ સાંસદ જૂથના વધુ એક ઉમેદવારની જાહેરાત થઈ હતી. વોર્ડ નં. 6માં ભાજપના ચાર ઉમેદવારોમાં બે સાંસદ જૂથના અને બે ધારાસભ્ય જૂથના ઉમેદવાર હતા તેવીજ રીતે વોર્ડ નં. 2 માં ધારાસભ્ય જૂથના 3 ઉમેદવાર અને એક સાંસદ જૂથના તેમજ વોર્ડ નં. 3 માં બન્ને જૂથના એક એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમજ વોર્ડ નં. 2 માં ભાજપ, કોંગ્રેસ માટે સીધી લડાઈ ચાલી રહી છે. તેમજ વોર્ડ નં. 3 માં ત્રીપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ભાજપ આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડ નં. 4માં કોંગ્રેસ એન.સીપ.ીના ઉમેદવારે વચ્ચેલડાઈ જામી છે. આ ઉપરાંત વોર્ડ નં. 6માં ભાજપ અને આપ બન્ને મેદાનમાં છે તેવી જ રીતે વોર્ડ નં. 7માં ભાજપ બ.સ.પા. વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે.

અત્યાર સુધીમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જુથના સમર્થીત જુથના ભાજપના 11 ઉમેદવારોને બીન હરિફ કરાવવામાં જીતુભાઈ સોમાણીનો દબદબો યથાવત રહેલ હતો અને ફરી પાલિકામાં સતાપર આવવાનું નિશ્ર્ચિત જોવા મળી રહી છે. આ ઉપરાંત વાંકાનેર ભાજપના પરંપરાગત હરીફ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા વચ્ચેવંચસ્થીની લડાઈ લડાતી હોય છે. પરંતુ આ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 6 માં ભાજપના બે ઉમેદવારો માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાવિદભાઈ પીરઝાદા દ્વારા મીટીંગ થઈ અને ક્રમ નં. 1 અને 6 માટે મત માંગેલ હતા તેવું જાણવા મળી રહ્યું છે.

વાંકાનેર પૂર્વ કાઉન્સીલર અને શહેરભાજપના અગ્રણી કાર્યકર એવા ગૌતમભાઈ ખાંડેખા સાથે વાત કરતા તેમના મંતવ્ય પ્રમાણે જણાવેલ કે, જે લોકો વિધાનસભા 2022 અને લોકસભા 2024માં પાર્ટી વિરુદ્ધ હતા તેવા લોકોને ટીકીટ મળતા કોંગ્રેસના હમદર્દની મદદ લઈ ચુંટણી જીતવા નિકળેલ છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભાજપની વિચારધારાથી વરેલા છીએ અને એ વિચારધારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની છે હાલ કોંગ્રેસના દિગ્ગજએવા પીરઝાદા, મહંમદભાઈ રાઠોડ તથા ઝાકિરભાઈ બ્લોચની મદદ લઈ વોર્ડ નં. 6 સાથે બાકીના વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત લોકોને મદદ કરવાનો જે મત માટે જે સોદા થયેલ છે તે અત્યંત પીડા દાયક છે. તેવું અંતમાં ગૌતમભાઈ ખાંગેખાએ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *