ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષ

મહાનગરપાલિકાના નવા બજેટમાં પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ રદ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે આખુ વર્ષ ખાલી રહેતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રમત-ગમત…

મહાનગરપાલિકાના નવા બજેટમાં પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ રદ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે આખુ વર્ષ ખાલી રહેતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રમત-ગમત તેમજ અન્ય કાર્યક્રમો અને રાસોત્સવ માટે ભાડે આપી વર્ષે રૂા. 1 કરોડની આવક ઉભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેનો વિરોદ્ધપક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા વિરોધ કરી ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વિરોદ્ધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયાએ રજૂઆત કરી જણાવેલ કે, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આગામી વર્ષ 2025-26 માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ બોજને પહોંચી વળવા માટે અને 2025-26 ના નાણાકીય વર્ષમાં વધુ આવકના સ્ત્રોતો ઊભા કરવા માટે મહાનગરપાલિકાને આત્મનિર્ભર બનાવવા માટે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનું આગામી વર્ષમાં જે વિચારણા કરી છે. તેને રદ કરવી જોઈએ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રેસકોર્સ સંકુલમાં આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન અધ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે તો આ સ્ટેડિયમને ક્રિકેટ સિવાય અન્ય રમતગમત ટુર્નામેન્ટ યોજવા, ઉપરાંત લગ્ન સમારંભ, ડાંડિયારાસ, મ્યુઝિકલ નાઇટ સહિતના કોમર્શિયલ હેતુ માટે ભાડે દેવામાં આવી અંદાજે એક કરોડની કમાણી કરવાનું જે આયોજન છે.

જેમાં એક કરોડની આવક કરતા જાવક વધારે રહેશે કારણ કે આ ગ્રાઉન્ડ એ ફક્ત ક્રિકેટના હેતુ માટે બનાવેલ છે ત્યારે આ ગ્રાઉન્ડમાં અન્ય સમારંભો થાય તો ક્રિકેટની પીચ, ક્રિકેટ ગ્રાઉન્ડ, પેવેલિયન માં અને ઊગતા ક્રિકેટરો અને ખેલાડીઓને પણ ગ્રાઉંડ માં મંડપ કે અન્ય માચડાઓ ફિટ થાય તો ગ્રાઉંડ માં ખાડાઓના પગલે ખેલાડીઓને ઇજા થવાની શક્યતા હોય અને ગ્રાઉંડ માં નુકસાની થાય તેમ હોવાને પગલે વિષય દર્શીત બાબતે નિર્ણય યોગ્ય કાર્યવાહી કરવા અમારી અપીલ છે અને આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *