શહેરમા ગંજીવાડા મેઇન રોડ પર રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા મેઇન રોડ પર રહેતો લાલજી ઉર્ફે લલીત હરીભાઇ રાઠોડ (ઉ.વ. રપ) રાત્રીના પોતાના ઘર પાસે હતો ત્યારે કાળુ ઉર્ફે અજય બથવારે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છાતી, પેટ અને હાથમા છરીના ઘા ઝીકી દીધા હતા. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો.
અન્ય બનાવમા કોઠારીયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમા રહેતા મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ. 80) પોતાના ઘરે હતા ત્યારે બીમારીથી કંટાળી અગાસી ઉપર જઇ સાડી સળગાવી પોતાની જાતે ડામ દેતા દાઝી ગયા હતા. જયારે બીજા બનાવમા લક્ષ્મીનગર મેઇન રોડ પર મહાદેવવાડીમા રહેતા જેન્તીભાઇ મોહનભાઇ સરવૈયા (ઉ.વ. 70) એ બીમારીથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ. વૃધ્ધા અને વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
