રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. BJPપર પ્રહાર કરવામાં તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવી દીધા. તેમણે કહ્યું કે, જેમનું ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે. જેનું ઝમીર વેચાઈ ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે.
રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરમિયાન, પાટણ જિલ્લાનાં રાધનપુરમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો વાઇરલ થતાં વિવાદ વકર્યો છે. વાઇરલ વીડિયોમાં કોંગ્રેસનાં નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે. ઝમીર વેચાઈ ગયું હોય તે BJPમાંથી ફોર્મ ભરે. જો ઈમાન જેવું હોય તો ભાજપમાં ઉમેદવારી કરે જ નહીં. કોમી એકતામાં માનતું હોય તે ઇઉંઙમાં ઉમેદવારી કરે નહીં.