ગ્વાટેમાલાની રાજધાનીની બહાર સોમવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ, જેમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા. ફાયર વિભાગના પ્રવક્તા એડવિન વિલાગ્રાને જણાવ્યું હતું કે વાહન અકસ્માતને કારણે બસ પુલ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ પ્રોગ્રેસોથી રાજધાની તરફ આવી રહી હતી. એક ફાયર ફાઇટરે જણાવ્યું કે મૃતકોમાં બાળકો પણ સામેલ છે. રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી.
