ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા
શહેરમાં હદય રોગના હુમલાનું પ્રમાણવધી રહ્યું છે ત્યારે આજે વધુ એક પ્ર્રૌઢનું હદય ધબકારા ચુકી ગયું હતું. જાગનાથ પ્લોટમાં રહેતા એમઆર પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડતાતેમનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં. 22/એમાં રહેતા સંજયભાઈ પ્રયાગજીભાઈ સોલંકી (ઉ.વ.52) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ બે ભાઈમાં નાના અને મેડિકલ રીપ્રેઝન્ટીવ તરીકે નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. હાર્ટ એટેકે આવવાથી મૃત્યુ થયાનું તબીબોએ જણાવ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.