ગોંડલ પંથક માં રુરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત 11 જુગારીઓ ને જડપી લઇ રુ.2,15,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રુરલ એલસીબી પી.આઇ. ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, એએસઆઇ બાલકૃષ્ણ ત્રીવેદી, અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ સહીત ની ટીમે ગોંડલ તાલુકાનાં મેતાખંભાળીયા ની સીમ માં બાબુભાઇ સુરાણીની વાડી પાસે આવેલા ખરાબામાં જુગાર રમી રહેલા મેતાખંભાળીયા નાં ચુનીભાઇ ગગજીભાઇ સુરાણી, મેઘાપિપળીયા નાં અશોકભાઈ હિરજીભાઇ આંકોલીયા,રાવણા નાં ધીરુભાઈ ગગજીભાઇ ગીગૈયા તથા મોવીયા રહેતા વલ્લભભાઈ જીવાભાઇ કાલરીયા ને રુ.28,500 ની રોકડ સાથે જડપી લીધા હતા.પોલીસ ને જોઇને જુગાર રમી રહેલા મેતાખંભાળીયાનાં પરિમલ પરવડીયા તથા ગુણવંતભાઇ મકવાણા નાશી છુટ્યા હોય તેને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
એલસીબી ટીમે બીજો દરોડો ગોંડલ નાં ધારેશ્વર રોડ માર્કેજ સ્કુલ સામે આવેલ યશ ચંદુભાઈ સોજીત્રાની વાડી માં પાડી જુગાર રમી રહેલા વાડી માલિક યશ ચંદુભાઈ સોજીત્રા,ભગવતપરામાં રહેતા બટુકભાઈ પરસોતમભાઈ ચોવટીયા,મુકેશભાઇ ઉર્ફ મુન્ના નાથાભાઈ સાવલીયા,રાજકોટ સંત કબીર રોડ ન્યુ શક્તિ સોસાયટી માં રહેતા રામદેવસિંહ બહાદુરસિહ ઝાલા,કાળીપાટ રહેતા હરેશ ઉર્ફ હીરાભાઈ ચાંડપા, નવાગામ રહેતા હરેશ ઉર્ફ ભુરો વીહાભ઼ઇ પલાળીયા અને રાજકોટ લક્ષ્મીવાડીમાં રહેતા શોભનાબેન પ્રવિણભાઈ જોશીને રોકડ રુ.1,07,300 તથા મોબાઇલ અને વાહન મળી કુલ રુ.1,87,300 નાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.