સેનાનગરમાં દિલ્હીથી મગાવેલ 70 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જામનગરના ઢીચડા રોડ પર સેના નગરમાં રહેતા જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ રાજપૂત નામના પરપ્રાંતિય શખ્સ દ્વારા દિલ્હી થી ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો આયાત કરીને પોતાના ઘરમાં સંતાડ્યો…

જામનગરના ઢીચડા રોડ પર સેના નગરમાં રહેતા જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ રાજપૂત નામના પરપ્રાંતિય શખ્સ દ્વારા દિલ્હી થી ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો આયાત કરીને પોતાના ઘરમાં સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો.

જે ધરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાંથી 70 નંગ ઇંગ્લિશ દારૂૂની નાની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂૂપિયા 16,900 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ અને મોબાઈલ ફોન સહિતની માલમતા કબજે કરી લઈ આરોપી જ્ઞાનેન્દ્રસિંહ રાજપૂતની અટકાયત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *