કાલાવડ લઘુમતી સમાજના 100થી વધુ આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા

કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો-100થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો…

કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો-100થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.કાલાવડ લઘુમતી સમાજના બહોળી સંખ્યામાં સમાજ ના આગેવાનો એ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે.

કાલાવડ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા શહેર ભાજપ પ્રમુખ નિરવભાઇ ભટ્ટ અને પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા,જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ભૂમિત ડોબરીયા,જિલ્લા અનુ.જાતી મહામંત્રી મનોજ પરમાર , મહામંત્રી વિનુ ભાઈ રાખોલીયાં સહિત ના આગેવાનો ના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે.

લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે.જ્યારે કોંગ્રેસની છાવણી મા સન્નાટો વ્યાપી ગયો છે.
કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી જ બિનહરીફ થઇ ગઇ છે ત્યારે ભાજપે ખાતુ ખોલાવી દીધું છે અને આગામી દિવસોમાં જંગી લીડથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *