શહેરની ભાગોળે કુવાડવા નજીક આવેલા રામપરા (બેટી) ગામે રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રામપરા (બેટી) ગામે રહેતા કિશન હુકાભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવાને ગત તા.1ના પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નીપજ્યુ હતુ. આ અંગે એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક કિશન બે ભાઇમાં મોટો અને છૂટક મજૂરી કરતો હતો. તેના માતા-પિતા હયાત નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.