દિકરી ઓઢશે પ્રભુ વીરની પછેડી આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં મે મહિનામાં યોજાશે દિક્ષા મહોત્સવ રાજકોટની પાવન ધરા ઉપર આગામી મે માસમાં આચાર્ય ભગવંત તીર્થભદ્રસુરિશ્વરજી મ. સા. ની પાવન નિશ્રામાં શ્રી પ્રહલાદ પ્લોટ સંઘનાં આંગણે મે મહિનામાં યોજાશે ભવ્યાતિ ભવ્ય દિક્ષા મહોત્સવ. અ.સૌ. ઉન્નતીબેન વિમલભાઈ પરમારની પુત્રી તેમજ અ. સૌ. જયશ્રીબેન મનસુખભાઈ પરમારની પૌત્રી તેમજ આશાબેન કમલેશભાઈ દામાણીનાં દોહીત્રી અને જિનપ્રેમી, પ્રભુભકિત ઘેલી,ગુરુઆજ્ઞા વરેલી ચિ.હેત્વીકની ઘણા વર્ષોની તપશ્ચર્યાનાં પરિણામ સ્વરૂૂપે અમારા પરમ ઉપકારી આચાર્ય ભગવંત તીર્થ ભદ્ર સુરિશ્વરજી મ.સા. રાજકોટનાં પનોતાપુત્ર મુનિરાજ તિર્થહંસ વિજયજી મ.સા. (મામા મહારાજ)ની નિશ્રામાં આગામી વૈશાખ વદ-11 શાસન સ્થાપના દિવસ, તા.8-5-2025 ને ગુરુવારનાં પાવન દિવસે પ્રવજ્યા અંગિકાર કરશે, પરમ ઉપકારી આચાર્ય ભગવંત તીર્થ ભદ્રસુરિશ્વરજી મ.સા. રાજકોટનાં પનોતાપુત્ર મુનિરાજ તિર્થહંસ વિજયજી મ.સા. (મામા મહારાજ) આઠ વર્ષ બાદ વિશાળ સાધુ-સાધ્વી ભગવંતો સાથે રવિવાર તા.4-5-2025નાં રોજ રાજકોટની ધન્ય ધરા ઉપર પદાર્પણ કરશે. ફરી એક વખત રાજકોટવાસીઓ માણશે હર્ષોત્સવ ને બદલે હેતોત્સ્વ, રાજકોટમાં સૌ પ્રથમવાર સોરઠીયા રાજપૂત સમાજની દિકરી ઓઢશે પ્રભુ મહાવીરની પછેડી અને રાજકોટમાં સૌથી નાની ઉંમરની દિકરી બનશે જૈન સાધ્વીજી.
