ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ

  ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા…

 

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં ગરબી ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ પંચમતીયાના રહેણાંક મકાનમાં બીજા માળે ફીટ કરવામાં આવેલી સોલાર પેનલમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી.

થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટા સાથે આગની જવાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગના મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ સરવૈયા તથા સુખદેવસિંહ વાઢેરની ટીમએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ પર વધુ પ્રસરતા અટકી હતી.આ આગમાં ઘર પરની સોલાર પેનલ તેમજ જનરેટર સેટ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવના પગલે નજીકના રહીશોમાં થોડોક સમય ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *