સીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!

      મનપાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા ત્યારે બોટલમાં ડાયરેક્ટ નળમાંથી પામી ભરાતું હોવાનું ખુલેલ છતાં પાણી લેબોરેટરીમાં મંજૂર કેમ થયું? રાજકોટ શહેરમાં પાણીના…

 

 

 

મનપાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા ત્યારે બોટલમાં ડાયરેક્ટ નળમાંથી પામી ભરાતું હોવાનું ખુલેલ છતાં પાણી લેબોરેટરીમાં મંજૂર કેમ થયું?

રાજકોટ શહેરમાં પાણીના પાઉચ બંધ થયા બાદ પેકીંગ બોટલનું ચલણ વધી રહ્યું છે. દરરોજ હજારોની માત્રામાં પાણીની બોટલનું વેચાણ થાય છે. આ બોટલનું ઉત્પાદન કરતી કંપનીઓ ફૂડ સેફ્ટીના ધારાધોરણ મુજબ પાણી બોટલમાં ભરે છે કે કેમ તે અંગે ફૂડ વિભાગ દ્વારા અવાર નવાર મિનરલ વોટર બનાવતી કંપનીઓમાં ચેકીંગ થાય છે. થોડા સમય પહેલા એક મિનરલ કંપનીમાં ડાયરેક્ટ નળમાંથી બોટલમાં પાણી ભરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતાં હોવાનું ખુલ્યું હતું. તે સમયે કંપનીને સીલ કરી પગલા લેવામાં આવેલ અને પાણીના સેમ્પલ લેબમાં મોકલાયેલ છતાં આજ સુધી લેવામાં આવેલ તમામ પાણીનો રિપોર્ટ નીલ આવતા ખળભળાટ મચી ગયેલ છે અને લેબ રિપોર્ટ અથવા મોકલવામાં આવતા સેમ્પલમાં ઘાલમેથ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મવડી વિસ્તારમાં આવેલ એક પ્રખ્યાત મિનરલ વોટરની ફેક્ટરીમાં તપાસ કરતા આ સ્થળે નળનું પાણી બોટલમાં ભરાતું હોવાનું ખુલવા પામેલ તેમજ ફૂડના ધારાધોરણ મુજબ બેક્ટેરિયા રહિત પાણી બોટલમાં ન ભરાતું હોવાનું પણ ધ્યાનમાં આવતા ફૂડ વિભાગે કંપની સીલ કરી હતી. અને પાણીનું સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયેલ છતાં આજ સુધી શહેરની પાંચ મિનરલ વોટર કંપનીમાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલના રિપોર્ટની જાણકારી મેળવતા માલુમ પડેલ કે, સીલ થયેલ કંપની સહિતના પાણીના રિપોર્ટ નીલ આવેલ છે અને આ પાણી શુધ્ધ એ પીવાલાયક હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, અગાઉ લેવામાં આવેલ સીલ થયેલ ફેક્ટરીના પાણીનું સેમ્પલ કઈ રીતે મંજુર થયું અને જો આ પાણી શુધ્ધ હતું તો શા માટે ફેક્ટરી સીલ કરવામાં આવેલ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજકોટ શહેરમાં પીવાના પાણીની પેક્ડ બોટલના 05 ઉત્પાદકો છે. તથા 15 ડીસ્ટીબ્યુટર્સ આવેલ છે. જેની માહિતીનું પત્રક આ સાથે સામેલ રાખેલ છે. છેલ્લાં 1 વર્ષમાં ફૂડ શાખા દ્વારા પીવાના પાણીની પેક્ડ બોટલના લેવાયેલ સેમ્પલની માહિતી નીલ ગણવી છે. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને તેના નિયમો-વિનિયમો હેઠળ ખાદ્યચીજના નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતે થી નક્કી કરેલ સરકારી લેબોરેટરી ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે પુથ્થકરણ માટે મોકલવામાં આવે છે. આ નમૂનાઓ પૈકી લેબોરેટરી તરફથી ‘મીસબ્રાન્ડેડ કે “સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયેલ નમુનાના જવાબદારો સામે એજયુડિકેટિંગ ઓફિસર રેસીડન્ટ એડિશનલ કલેકટરમાં કેસ દાખલ કરવામાં આવે છે.

 

મીનરલ વોટર બનાવતી મુખ્ય પાંચ કંપની
બિલશન બેવરેજીસ 9- સમ્રાટ ઇન્ડ. એરિયા, કનેરિયા ઓઇલમીલ ની બાજુમાં, જઝ વર્ક શોપ પાછળ – રાજકોટ, બિસ્વિન બેવરેજીસ મવડી મેઇન રોડ બ્રિજની બાજુમાં, વૈધવાડી – 4 નાગરિક બેન્ક સામે – રાજકોટ, ક્રિસ્ટલ બેવરેજીસ શોપ નં – 9 10, પરશુરામ ઇન્ડ. એરિયા- 1 પ્લોટ નં – 48, શેરી નં – 1, માંડા ડુંગર – રાજકોટ, બ્રિસવેલ બેવરેઝિસ પ્લોટ નં – 20, બાલાજી ઇન્ડ, પાર્ક, ક્ધયા છાત્રાલય પાછળ, ગોંડલ રોડ રાજકોટ, મેક્ષ બેવરેઝિસ મારુતિ કૃપા, લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવવાડી મેઇન રોડ રાજકોટ સહિત પાંચ મુખ્ય કંપનીમાંથી બોટલમાં પેક્ટ થયેલ પાણીનું વેચાણ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *