રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયો

ગુજરાતના વિવિધ શહેરોમાં વીતેલા 13 વર્ષ દરમિયાન એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર મૂળ લાઠી તાલુકાના દામનગરના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ…

ગુજરાતના વિવિધ શહેરોમાં વીતેલા 13 વર્ષ દરમિયાન એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર મૂળ લાઠી તાલુકાના દામનગરના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ લુડઝ કોન્વેન્ટ સ્કુલ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂૂ.1.50 લાખ, રૂૂ.72,600 નું સૌનાનું બ્રેસલેટ, ચોરીના સાધનો કબજે કર્યા હતા.ચોરીના ગુનામાં લાજપોર જેલમાં બંધ ભાઈને મળવા રીઢો ચોર છેલ્લા ત્રણ મહિનાથી સુરત આવતો ત્યારે ચોરી કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મળેલી બાતમીના આધારે અઠવાલાઈન્સ લુડઝ કોન્વેન્ટ સ્કુલ પાસેથી વિજય રહે.પ્લોટ નં.49, રામનગર સોસાયટી હનુમાનદાદાના મંદિર પાસે, દુંદાળા સોસાયટીન પાસે, શિહોર, જી.ભાવનગર. મૂળ રહે.દામનગર, તા.લાઠી, જી.અમરેલી) ને રોકડા રૂૂ.1.50 લાખ, રૂૂ.72,600નું સોનાનું બ્રેસલેટ, ચોરીના સાધનો વિગેરે મળી કુલ રૂૂ.2,37,950 સાથે ઝડપી લીધો હતો.વર્ષ 2012 થી ગુજરાતના વિવિધ શહેરો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભાત, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર વિજય ઉર્ફે કાદરની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ અરવિંદ પુણા પોલીસ મથકમાં રૂૂ.3 લાખની ચોરીમાં ઝડપાયા બાદ હાલ લાજપોર જેલમાં હોય તેને મળવા તે છેલ્લા ત્રણ મહિનાથી સુરત આવતો ત્યારે ચોરી કરતો હતો.વિજય ઉર્ફે કાદરે છેલ્લા ત્રણ મહિનામાં અઠવાલાઈન્સ, રાંદેર, અડાજણ, પુણા, અમરોલીમાં દુકાનો, મેડીકલ સ્ટોર, ક્લીનીકને નિશાન બનાવી 16 ચોરી કરી હતી.તેણે 10 વર્ષ અગાઉ રાંદેર અને અઠવાલાઈન્સ પોલીસ મથકની હદમાં કરેલી બે ચોરી પણ કબૂલી હતી.તે ચોરી કરી પકડાઈ નહીં જવાય તે માટે તરત બીજા શહેરમાં ચાલ્યો જતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *