બારવણ ચોકડી પાસેથી પકડાયેલો 1 લાખનો ગોળ અખાદ્ય હોવાનો એફએસએલનો રિપોર્ટ

રાજકોટની ભાગોળે આવેલ બારવાણ ચોકડી પાસેથી અખાદ્ય ગોળના 150 ડબ્બા સાથે ટેમ્પાના ચાલકને એરપોર્ટ પોલીસે ઝડપી પાડી રૂૂ.4.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.રાજકોટમાં આવેલ ગોડાઉનમાંથી…

રાજકોટની ભાગોળે આવેલ બારવાણ ચોકડી પાસેથી અખાદ્ય ગોળના 150 ડબ્બા સાથે ટેમ્પાના ચાલકને એરપોર્ટ પોલીસે ઝડપી પાડી રૂૂ.4.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.રાજકોટમાં આવેલ ગોડાઉનમાંથી વેપારી સતીષ તાનીયાએ અખાદ્ય ગોળનો જથ્થો ટેમ્પામાં ભરાવ્યો હતો.આ ઘટનામાં બેડલા ગામમાં કરિયાણાની દુકાને સપ્લાય કરવાનો હતો.આ ઘટનામાં ગોળ કબજે કરી એફએસએલમાં મોકલ્યો હતો બાદમાં તેનો એફએસએલ રિપોર્ટમાં આ ગોળ અખાદ્ય હોવાનું ખુલતા વેપારી સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તેમને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.

એરપોર્ટ પોલીસના સ્ટાફે તા.16/12/2024ના રોજ બાતમીને આધારે બારવાણ ચોકડી પાસે વોચમાં હતો ત્યારે અશોક લેલન કંપનીની બડા દોશ ગાડી નં.જીજે-03-બીવાય6977 પસાર થતાં તેને અટકાવી ગાડીમાં અખાદ્ય જેવો દેખાતો અને ખાટી વાસ વાળા ગોળના ડબ્બા ભરેલા જોવામાં આવેલ અને ગાડી ચાલકનું નામ પૂછતાં પોતાનુ નામ અશોક લાખા ચાવડા (ઉ.વ.34) ,(રહે.ચુનાવાડ ચોક થોરાળા પોલીસ સ્ટેશન સામે સબસ્ટેશન વાળી શેરી) હોવાનું જણાવેલ હતું.તેમજ ગોળ બાબતે પુછતા પોતે મિત્રની પાસેથી અખાદ્ય ગોળ લાવ્યો હોવાનું જણાવેલ હતું. જેથી અખાદ્ય ગોળનો જથ્થો 25 કીલોના કુલ 150 ડબ્બા કુલ રૂૂ.1.05 લાખ અને ટેમ્પો ગાડી મળી કુલ રૂૂ.4.55 લાખનો મુદામાલ શંકાસ્પદ જથ્થા તરીકે કબ્જે કરી આરોપીની પૂછતાછ ધરી હતી.

પકડાયેલ અશોક ચાવડાને રાજકોટના જંકશન પ્લોટ શેરી નં.12 માં રહેતાં વેપારી સતિષભાઇ ત્રિકમદાસ તનીયા નામના શખ્સે ગોડાઉનમાંથી બડા દોશ ગાડીમાં અખાદ્ય ગોળ ભરી આપ્યો હતો અને તે જથ્થો રાજકોટના બેડલા ગામે કરિયાણાની દુકાન વાળાને આપવાનો હતો.આ મામલે ગઈ તા.6/01ના રોજ આ ગોળ અખાદ્ય હોવાનો રિપોર્ટ એફએસએલનો આવતા વેપારી સહિત બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *