ટપુ ભુવન પ્લોટના મહિલાની ખોટી સહી કરી 40 લાખની લોન લઇ લીધી: પિતરાઇ સામે ફરિયાદ

ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુભુવન પ્લોટમાં રહેતાં બ્રિન્દાબેન નિરજભાઈ પટેલ (ઉં.વ.43)ની લોનના કાગળોમાં ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ…

ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુભુવન પ્લોટમાં રહેતાં બ્રિન્દાબેન નિરજભાઈ પટેલ (ઉં.વ.43)ની લોનના કાગળોમાં ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના પિતરાઈ ભાઈ અમિત મનહરભાઈ બોરડએ ફાઈનાન્સ કંપનીમાંથી તેની જાણ બહાર રૂૂ.40 લાખની લોન લઈ લીધાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.બ્રિન્દાબેને પોલીસ ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,તે હાલ ઘરેથી જ સર્વિસ પ્રોવાઈડરનું કામ કરે છે. તેના પતિ ચારેક વર્ષથી આફ્રિકાના જાંબીયા દેશમાં કંપનીમાં નોકરી કરે છે. 2017માં તેણે તેના પિતરાઈ ભાઈ અમિત બોરડ કે જે તેના ઘરના ઉપરના માળે ભાડે રહેતો હતો,તેની સાથે મળી ભાગીદારીમાં શ્રી પાવડર કોટીંગ નામની ગોંડલ રોડ ઉપર પેઢી શરૂૂ કરી હતી. જેમાં તે લોખંડના પાર્ટસને કલર કરવાનું જોબવર્ક કરતા હતા.આ પેઢીના ડીડમાં માત્ર તેનું નામ રાખેલું હતું. બધો વહિવટ તેના વતી પતિ નિરજભાઈ અને આરોપી અમિત કરતા હતા.

છેલ્લે વિરાણી અઘાટ પ્લોટમાં આ પેઢી ચાલતી હતી. તેના પતિ ચારેક વર્ષથી આફ્રિકા જતા રહેતાં અને દિકરો પણ ધો.12માં અભ્યાસ કરતો હોઈ પેઢીમાં ધ્યાન આપી શકતા ન હતા. જેથી પેઢીમાંથી છુટા થવાનું નક્કી કરી ગઈ તા.4.4.2024નાં આરોપીને છૂટા થવા માટે નોટિસ આપી હતી. જેના બીજા દિવસે સીએ સર્ટિફિકેટ સાથે હિસાબ આપતાં તેને રૂૂ.7.18 લાખ લેવાના બાકી નીકળતા હતા અને તે તા.7.5.2024નાં પેઢીમાંથી છૂટા થઈ ગયા હતા.આ પછી ડિસેમ્બર 2024માં પોસ્ટ મારફતે કલકતાની કોર્ટ તરફથી બે નોટિસ મળી હતી અને તા.23.12.2024નાં કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતુ. જેથી તેણે આ બાબતે આરોપીને પૂછતાં પ્રથમ સરખો જવાબ આપ્યો ન હતો.

ઉંડાણપૂર્વક પૂછતા આરોપીએ મારી દુકાન ઉપર મોર્ગેજ લોન લીધી છે અને મીન્ટીફી ફીનસર્વ પ્રા. લી. નામની ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધાનું કહેતાં આ કંપનીની 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ઓફિસે જઈ પૂછપરછ કરતાં મેનેજરે તેને લોનના ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.જેમાં તેની સહીઓ હતી.આથી તેણે મેનેજરને આ સહી મેં નથી કરી તેમ કહેતાં મેનેજરે તમારા ભાઈ અમિત સહી કરીને ડોક્યુમેન્ટ આપી ગયા છે અને 40 લાખની મોર્ગેજ લોન લીધી છે.ત્યારે પણ તેણે આ સહી તેની નહીં હોવાનું અને તેના રેસીડેન્ટનો ફોટો પાડેલો છે,તે તેના ઘરનો નહીં પરંતુ બે શેરી આગળ કોઈના ઘરનો પાડી ડોક્યુમેન્ટમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ રીતે અમિતે ફાઈનાન્સ કંપનીમાંથી તેની જાણ બહાર લોનના કાગળમાં તેની ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી લોન લીધાનું જણાવતાં પોલીસે આરોપીને સકંજામાં લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *