શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ભગવતીપરાના યુવાને હદયરોગનો હુમલો આવતા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે ગોવિંદ રત્ન બંગલોઝમાં બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં જયપ્રકાશનગર શેરી નં. 16માં રહેતા અખિલેશ રામચંદ્ર સોલંકી (ઉ.વ.35 નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક અખિલેશ ત્રણ ભાઈમાં નાનો અને સાડીના કારકાનામાં કામ કરતો હતો. હાર્ટએટેક આવવાથી મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગોવિંદ રત્ન બંગ્લોઝમાં ચાર માળિયા ક્વાર્ટરમાં રહેતા વિનોદભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.53) નામના પ્રૌઢનું બિમારી સબબ બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.