13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…

સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી!

પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના બહાર આવી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરતમાં 13 વર્ષના બાળકે તેની રોકકડ કરતી એક વર્ષની માસિયાઈ બહેનને ચુપ કરવા ઓશિકાથી મોઢુ દબાવ્યા બાદ ગળુ દબાવી હત્યા કરી નાખ્યાનો અત્યંત ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર જાગી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં સતત રડી રહેલી બહેનનું 13 વર્ષના ભાઈએ ઓશીકાથી મોઢું દબાવી દીધું હતું. મોઢું દબાવવા છતાં બહેન ચૂપ નહીં થતાં ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગળામણથી બાળકીનું મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે. જ્યાં એક 13 વર્ષના ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી છે. હત્યાનું કારણ એજ હતુ કે બહેન સતત રડી રહી હતી. 13 વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી, અને બહેન સતત રડી રહી હતી. ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનું ઓશીકાથી મોઢું દબાવ્યું, છતાં બહેન ચુપ નહીં થતાં છેલ્લે 13 વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી કાયમ માટે ચૂપ કરી દીધી હતી. તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ ત્યારે સામે આવ્યું કે ગુંગળામણથી મોત છે. પરિવારે 13 વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો કે બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવીને પોતાની જ 1 વર્ષની બહેનને મોતના ઘાટ ઉતારી દીધી છે.

મોતને ભેટેલી બાળકીનું તબીબે ગૂંગળામણના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોંકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

અઠવલાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી હતી. આરોપી બાળક એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. તે ઘરે એકલો હોઈ આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો, ત્યારે દીકરીને સોંપીને જતો હતો. એક વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *