પાર્લરના કલાસીસ કરતી સગીરાએ ધો. 12ના ધરાર પ્રેમીના ત્રાસથી ફિનાઇલ પી લીધું

શહેરમા કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરના ક્લાસીસ કરતી સગીરાએ ધો.12 ના ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. સગીરાને ઝેરી…

શહેરમા કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરના ક્લાસીસ કરતી સગીરાએ ધો.12 ના ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સગીરા બ્યુટી પાર્લરના ક્લાસીસ કરે છે અને તેમની પાડોશમાં રહેતા વિવેક ગુલાબભાઈ ચૌહાણ નામનો ધો.12 નો છાત્ર સગીરા જ્યારે બ્યુટી પાર્લરના ક્લાસિસમાં જાય ત્યારે પીછો કરી પજવણી કરતો હતો. જેથી સગીરાએ ધો.12 ના છાત્રના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી લીધું હતું. જેમાં રેલનગર વિસ્તારમાં આવેલા શિવાલય ચોકમાં રહેતી શીતલબેન સંદીપભાઈ પારખીયા નામની 23 વર્ષની પરિણીતા રેસકોર્સ લવ ગાર્ડન પાસે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પ્રાથમિક તપાસમાં શીતલબેન પારખીયાના બે માસ પહેલા જ લગ્ન થયા છે અને તેને ઘરનો એક પુત્ર છે. બીજા બનાવમાં મોરબી રોડ ઉપર જૂના જકાતનાકા પાસે રહેતા સતારભાઈ કાસમભાઈ ભાડુલા નામના 60 વર્ષના વૃદ્ધે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા લીધી હતી. જ્યારે પડધરીના ગઢડા ગામે રહેતા રાજુ દશરથભાઈ બાંગડીયા ગામના 35 વર્ષના યુવાને પોતાની વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર પરિણીતા સહિત ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *