લોધિકાના માખાવડમાં 21 એકર જમીન પર પ્લોટિંગ અને ખેતી શરૂ કરી દેવાયેલ
અગાઉ માથાકૂટના કારણે ટીમ પરત ફરી હતી, આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફર્યા
સરકારી જમીન પરના દબાણો દુર કરવા હાઇકોર્ટની ફટકાર બાદ રાજયના ધાર્મિક દબાણો સહિતના દબાણો પર દાદાનું બોલડોઝર ફરી રહ્યું છે. દ્વારકા અને જામનગર બાદ રાજકોટ જિલ્લાના લોધિકાના માખાવડની અંદાજે 100 કરોડની જમીન પરથી આજે દબાણો હટાવવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશી ની સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવતીની સૂચનાથી આજે રાજકોટ જિલ્લાના લોધિકાના માખાવડ ગામ ખાતે આવેલ સર્વે નંબર 305 પૈકીની ખેતી વિષયકે 21 એકર જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત 100 કરોડથી પણ વધુ થવા જાય છે.
રાજકોટ નજીક આવેલ માખાવડ ગામમાં ભૂ માફિયાઓ દ્વારા સરકાર દ્વારા જીઆઇડીસીને ફાળવેલી જમીન પર ખેતી વિષય તેમજ પ્લોટ વિષયક દબાણો કરી દેવામાં આવ્યા હતા. તંત્રને ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા કલેકટર તંત્રની ટીમ થોડા દિવસ પહેલા દબાણ દૂર કરવા માટે ગઈ હતી. પરંતુ તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમના કારણે મામલતદાર સહિતની ટીમો દ્વારા દબાણ દૂર કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. બાદમાં આજે કલેકટર પ્રભાવ જોશી અને ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવર્તીન આજે વહેલી સવારે તંત્રનો બુલડોઝર ફરી વળ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવતીએ જણાવ્યા હતું કે રાજકોટ નજીક આવેલ લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે આવેલ સર્વે નંબર 305 પૈકી જમીન સરકાર દ્વારા જીઆઇડીસી બનાવવા માટે આપવામાં આવી હતી જેમાં ભૂ માફિયાઓ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો કેટલાય લોકો દ્વારા ખેતી વિષયક તો કેટલાય દ્વારા પ્લોટીંગ પણ બનાવી નાખવામાં આવ્યા હતા. જેમનું દબાણ આજે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ્ય પ્રાંત અધિકારી તેમજ લોધિકા મામલેદાર, પોલીસન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 21 એકર જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી. આ જમીનની અંદાજિત બજાર કિંમત 100 કરોડથી પણ વધુ થવા જાય છે. સમગ્ર દબાણ દૂર કર્યા બાદ જીઆઇડીસી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
